- માત્ર મનુષ્ય જન્મ માં જ જે પરમ તત્વ છે, જે પરબ્રહ્મ છે , જે ઈશ્વર છે તેને જાણી શકાય છે કારણ કે મનુષ્ય પાસે જ તે પ્રકારની બુદ્ધિ , અંતઃકરણ, છે જેના દ્વારા તે પરમાત્મા નું અનુસંધાન, ધ્યાન, કરી શકાય છે. તે દેવો ને પણ પ્રાપ્ત નથી. જરૂર છે ઈશ્વર કૃપા , ગુરુ કૃપા અને આત્મકૃપા ની. 84 લાખ યોની પછી મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે અને તેમાં પણ ઈશ્વર ની પરમ કૃપા હોય તો જ ગુરુકૃપા થી તે પરમાત્મા ને જાણી શકાય છે.માટે જ કીધું છે જે મનુષ્ય કેવળ ભોગ પાછળ જીવે છે તેના માટે : હીરા જન્મ ગવાયો.
- તે પરમાત્મા ને જાણવા કેવું અંતઃકરણ જોઈએ ? પરમ વિવેક , પરમ વૈરાગ્ય , સમાદી-ષટ સંપત્તિ , મુમુકક્ષુત્વં
